ત્વરિત લિંક

એ-3 થાપણ યોજના પ્રોડક્ટ

એ-3 થાપણ યોજના પ્રોડક્ટ આદર્શ ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે ઉપલબ્ધ છે. સભ્યો 3 વર્ષની પાકતી મુદત માટે જમા કરાવવામાં આવેલી રકમની દોઢ ગણી રકમ મેળવવાને હકદાર છે.

પ્રોડક્ટનો પ્રકારબાંધી મુદતની થાપણ
પાત્રતાઅરજીકર્તા સોસાયટીનો સભ્ય હોવો જોઇએ
થાપણની ઓછામાં ઓછી રકમરૂ. 500/- અને તેનાથી વધુ રૂ. 100/-ના ગુણાંકમાં
પાકતી મુદતે રકમજમા કરાવવામાં આવેલ રકમની દોઢ ગણી રકમ
સમયગાળો3 વર્ષ
થાપણની રકમની સામે લૉન60% સુધી ઉપલબ્ધ રહેશે
પાકતી મુદત પહેલાં ઉપાડની સુવિધા1 વર્ષ સુધી ઉપલબ્ધ નથી
એક વર્ષ પૂર્ણ થયાં બાદ સોસાયટીના નિયમો અને શરતો મુજબ ઉપલબ્ધ થશે
નામાંકનની સુવિધાઉપલબ્ધ

16/7/2018થી લાગુ

વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો

એ-3 થાપણ યોજનાની મુદત કેટલી છે?

એ-3 થાપણ યોજનાની મુદત 36 મહિનાની છે.

એ-3 માટે રોકાણની ઓછામાં ઓછી રકમ કેટલી છે?

એ-3 માટે રોકાણની ઓછામાં ઓછી રકમ રૂ. 500/- છે અને ત્યારબાદ આ પ્રોડક્ટમાં રૂ. 100/-ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

શું એ-3માં પાકતી મુદત પહેલાં અકાલીન પરિપક્વતા ની કોઈ સુવિધા છે?

એ-3 માં અકાલીન પરિપક્વતા ની સુવિધા 1 વર્ષ સુધી ઉપલબ્ધ નથી. એક વર્ષ પૂર્ણ થયા બાદ સોસાયટીના નિયમો અને શરતો મુજબ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

શું એ-3માં કોઈ લૉનની સુવિધા ઉપલબ્ધ છે?

હા! એ-3ની થાપણની સામે લૉનની સુવિધા ઉપલબ્ધ છે. સભ્યો એ-3માં રોકાણ કરેલ રકમની સામે મહત્તમ 60% સુધી લૉન પ્રાપ્ત કરી શકે છે.

ઊંચા વ્યાજ દરો માટે એ-3 થાપણ યોજના

જ્યારે અત્યંત લાભદાયી આર્થિક ઉત્પાદનો અને રોકાણ યોજનાઓની વાત આવે ત્યારે આદર્શ ક્રેડિટ કૉ-ઓપરેટિવ સોસાયટી ક્યારેય તેના સભ્યોની અપેક્ષાથી ઊણી ઉતરતી નથી. આ વખતે આદર્શ ક્રેડિટ આપના માટે એ-3 થાપણ યોજના લઈને આવી છે. આ યોજનામાં આપ 3 વર્ષની મુદત માટે ઓછામાં ઓછા રૂ. 500/- રોકી શકો છો અને તે પછી રૂ. 100/-ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો.

આદર્શ ક્રેડિટ ખાતે આર્થિક ઉત્પાદોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી તેમાં રોકાણ કરનારા સભ્યોને મહત્તમ લાભ પ્રાપ્ત થાય. અને એ-3 પણ આવી જ એક યોજના છે, જેમાં આપ પાકતી મુદતે રોકાણ કરેલી રકમની દોઢ ગણી રકમ મેળવી શકશો. તો વધુ વિચાર્યા વગર આ ઑફર મેળવવા માટે ઝડપથી આપની નજીકની શાખા ખાતે પહોંચી જાઓ અને લાભ અંકે કરી લો.

સ્પષ્ટતા: સોસાયટીની તમામ પ્રોડક્ટ અને સેવાઓ ફક્ત ને ફક્ત આદર્શ ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે જ ઉપલબ્ધ છે.

એ-3 માટે જ આજે જ પૂછો

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.