ત્વરિત લિંક
Adarsh 36 Month Term Deposite

A-36 ટર્મ ડિપોઝિટ પ્રોડક્ટ

A-36 એ ટર્મ ડિપોઝિટ પ્રોડક્ટ છે જે માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે ઉપલબ્ધ છે. A-36 ટર્મ ડિપોઝિટ સ્કીમમાં રૂ.1,00,000 રોકાણ કરો અને 36 મહિનામાં રૂ. 1,35,000 મેળવો.

ઉત્પાદનનો પ્રકારટર્મ ડિપોઝિટ
લાયકાતઅરજકર્તા સોસાયટીના સભ્ય હોવા જોઈએ
લઘુતમ ડિપોઝિટની રકમરૂ. 500 અને તેનાથી ઉપર રૂ.100ના ગુણાંકમાં
પાકતી મુદતે મૂલ્યરૂ. 1,00,000 ડિપોઝિટ કરો અને 36 મહિના બાદ રૂ. 1,35,000 મેળવો.
મુદત36 મહિના
અધુરી મુદતે ઉપાડ સુવિધા1 વર્ષ સુધી ઉપલબ્ધ નથી. સોસાયટીના નિયમો અને શરતો પ્રમાણે 1 વર્ષ પછી ઊપાડ પર વ્યાજ લાગુ પડશે.
નોમિનેશન સુવિધાઉપલબ્ધ
લોન સુવિધાઉપલબ્ધ, સોસાયટીના નિયમો અને શરતો પ્રમાણે માર્ગદર્શિકા લાગુ પડશે.

03 મે, 2017થી અમલમાં

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો):

A-36 ડિપોઝિટ સ્કીમની મુદત કેટલી છે?

A-36 ઉત્પાદનની મુદત 36 મહિના છે.

A-36 હેઠળ લઘુતમ રોકાણ કેટલું હોવું જોઈએ?

A-36 માટે લઘુતમ રોકાણ રકમ રૂ.500 છે. ત્યાર બાદ આ ઉત્પાદનમાં રૂ.100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય.

A-36માં સભ્યને કેટલું વ્યાજ મળી શકે?

આ ઉત્પાદન માટે વ્યાજનો દર લગભગ 10.13% (ત્રિમાસિક ચક્રવૃદ્ધિ) છે. આ આદર્શ સ્પેશિયલ સ્કીમ છે જેમાં સભ્યોને રૂ.1,00,000ના રોકાણ પર પાકતી મુદતે રૂ.1,35,000 મળે છે.

A-36માં અધુરી મુદતે ઉપાડની સુવિધા છે?

સભ્યો એક વર્ષના રોકાણ બાદ આ ડિપોઝિટ અધુરી મુદતે ઉપાડી શકે છે.

A-36માં લોનની કોઇ સુવિધા છે?

હા! A-36માં લોનની સુવિધા ઉપલબ્ધ છે. સભ્યો A-36માં તેમના રોકાણ સામે મહત્તમ 60% લોન મેળવી શકે છે. સોસાયટીના નિયમો પ્રમાણે વ્યાજદર લાગુ પડશે.

A-36 સાથે ટર્મ ડિપોઝિટ પર સારું વળતર મેળવો:

A-36 એ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા ઓફર કરવામાં આવતી એક વિશેષ પ્રોડક્ટ છે. તે માત્ર આદર્શના સભ્યો માટે ઉપલબ્ધ છે અને A-36 ટર્મ ડિપોઝિટની કેટેગરીમાં આવે છે. આ પ્રોડક્ટમાં તમે તમારી મૂલ્યવાન બચત 3 વર્ષની બાંધી મુદત માટે રોકાણ કરી શકો છો. તેમાં લઘુતમ રોકાણ રકમ રૂ.500 છે. ત્યાર બાદ તમે રૂ.100ના ગુણાંકમાં વધુ રોકાણ કરી શકો છો.

આદર્શ ક્રેડિટ સોસાયટીમાં તમે અન્ય કરતા વધુ સારા ડિપોઝિટ વ્યાજદર મેળવી શકો છો.

A-36 માં તમને તમારી ડિપોઝિટ પર લગભગ 10.13% (ત્રિમાસિક ચક્રવૃદ્ધિ) વ્યાજદર મળે છે. આટલા સારા ટર્મ ડિપોઝિટ વ્યાજદર ઉપરાંત તમને વધારાના લાભ પણ મળે છે જેમ કે અધુરી મુદતે ઉપાડ અને લોન સુવિધા. તમે આદર્શમાં A-36 ટર્મ ડિપોઝિટ ખોલાવવા માંગતા હોવ તો ઓનલાઇન પૂછપરછ કરો અથવા અમને નજીકની આદર્શ ક્રેડિટ સોસાયટીની શાખા પર મળો.

સ્પષ્ટતા: સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે જ છે.

A-36 માટે અત્યારે પૂછપરછ કરો

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.