ત્વરિત લિંક
 • Adarsh About Banner

ખરા અર્થમાં ક્રેડિટ કો-ઓપરેટિવ મલ્ટિ સ્ટેટ સોસાયટી

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. એ સંપૂર્ણપણે ખરા અર્થમાં ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી છે. આદર્શે 1999માં રાજસ્થાનમાં સ્થાનિક લોકોને મદદ કરવા કો-ઓપરેટિવ સોસાયટી તરીકે તેની કામગીરી શરૂ કરી હતી જેઓ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દેશના ગ્રામીણ વિસ્તારોમાં સમાજના નબળા વર્ગોના ઉદ્ધારના હેતુ સાથે આદર્શ ક્યારેય તાજેતરની ટેકનિક અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પાછળ રહ્યું નથી. આ નીડર વલણ દ્વારા અમે ભારતમાં એકમાત્ર એવી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી છીએ જેણે પોતાની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે જે અમારા કુલ બિઝનેસ વ્યવહારમાં 99 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.

ફેબ્રુઆરી 2008માં અમને ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનો દરજ્જો મળ્યો હતો. આદર્શ બેવડા દરજ્જાની સિદ્ધિ ધરાવે છે. એટલે કે અમે સભ્યોની માલિકી હેઠળ છીએ અને સભ્યોના લાભ માટે કામ કરીએ છીએ. શાખાના નેટવર્કની વાત હોય, સલાહકારોની સંખ્યા હોય કે ડિપોઝિટ એકત્રીકરણ હોય, ક્રેડિટ કો-ઓપરેટિવ સેક્ટરમાં આદર્શ સૌથી આગળ છે. અમે 800થી વધુ શાખાઓ, 2 મિલિયન સભ્યો, 3.7 લાખ સલાહકારો અને લગભગ રૂ.84,10 કરોડની ડિપોઝિટ દ્વારા નાણાકીય સર્વસમાવેશિતા લાવીને ભારતની સહકારી ચળવળને શક્તિ આપવાનું કામ કર્યું છે.

સંચાલક નેતૃત્વ

શ્રી મુકેશ મોદી

શ્રી મુકેશ મોદી

સ્થાપક

શ્રી મુકેશ મોદીને રાજસ્થાનમાં સહકારી ચળવળની વૃદ્ધિ માં આગેવાની નો શ્રેય આપવામાં આવે છે જે સમગ્ર ભારતમાં પથરાઈ છે. તેમની દીર્ઘદૃષ્ટિ સાથેના નેતૃત્ત્વ દ્વારા આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. એ મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનો દરજ્જો મેળવ્યો છે.
રાજસ્થાનના સિરોહી શહેરમાંથી આવતા શ્રી મુકેશ મોદીએ ખરેખર તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે જેમાં તેમણે પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ટાસ્ક ફોર્સના સભ્ય, નેશનલ ફેડરેશન ઓફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ અને સહકાર ભારતીના નેશનલ સેક્રેટરી તથા બીજા ઘણા હોદ્દા પર કામ કર્યું છે.

શ્રી રાહુલ મોદી

શ્રી રાહુલ મોદી

મેનેજિંગ ડિરેક્ટર અને CEO

શ્રી રાહુલ મોદી વ્યૂહાત્મક પહેલ સાથે ACCSની દેશવ્યાપી કામગીરી પર નજર રાખે છે. તેમણે તેમના પિતા પાસેથી જવાબદારી મેળવી હતી અને આદર્શને અદભૂત સફળતા અપાવવાનું કામ કર્યું છે.
શ્રી મોદી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને પીઇ ફંડિંગમાં ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે. તેઓ અનુભવી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સાથે પણ સંકળાયેલા છે જેમાં એચડીએફસી બેન્ક, યસ બેન્ક અને લેડર અપ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વગેરે સાથે કામ કર્યું છે.

શ્રી રાહુલ મોદી સાથે સોશિયલ મિડિયા પર જોડાવ !

વિઝન

સહકાર દ્વારા સભ્યોમાં બચતની આદત વિકસાવીને સભ્યોના સામાજિક અને નાણાકીય દરજ્જામાં સુધારો કરવો.

મિશન

ઉચ્ચ ગુણવત્તાના ધોરણો, સભ્ય કેન્દ્રિત, સેવા આધારિત પ્રક્રિયા દ્વારા ભારતની પ્રગતિ માટે સહકારી ચળવળ સ્થાપવી અને તેમાં અગ્રેસર બનવું

મુખ્ય સિદ્ધાંતો

 • કાનૂની સુરક્ષા

 • સંપૂર્ણ વિશ્વાસ અને પારદર્શિતા

 • મજબૂત ટેકનોલોજિકલ ધોરણ

 • તાલીમના ઉચ્ચતમ ધોરણ

 • વિશ્વસનીય સલાહકાર નેટવર્ક

અમારી પ્રતિબદ્ધતા

અમે માત્ર કર્મચારીઓની ભરતી પર અથવા સભ્યો ઉમેરવા પર નહીં પણ સંબંધો વિકસાવવા પર પણ ભાર મૂકીએ છીએ. વિસ્તૃત પરિવારનો હિસ્સો બનતી દરેક વ્યક્તિ મૂલ્યવાન ગણવામાં આવે છે અને કોઇ પણ ભેદભાવ વગર તેમનો વિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અમે નીચેની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ માટે પ્રતિબદ્ધ છીએ જેને અમે પવિત્ર ગણીએ છીએ:

Adarsh Rewards based on performance

પ્રદર્શનના આધારે વળતર

Adarsh Inculcating ownership

માલિકીપણાની તાલીમ

Adarsh Openness in communication

વાતચીતમાં ખુલ્લાપણું

Adarsh Training for Career Growth

કારકિર્દીની વૃદ્ધિ માટે યોગ્ય તાલીમ

Adarsh Responsibility towards society

સમાજ પ્રત્યે જવાબદારી

Adarsh Equality in opportunities

સમાન તક

સહકારી ભાગીદારો

અમે વિવિધ ભારતીય અને વૈશ્વિક કંપનીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને જોડાણ ધરાવીએ છીએ જે સમગ્ર ભારતમાં અમારી દૈનિક કામગીરીના વિવિધ પાસાને લગતી સેવા આપે છે. આ ભાગીદારીથી માત્ર અમારા બિઝનેસ પ્લેટફોર્મનું વિસ્તરણ નથી થતું પરંતુ ટકાઉ ભવિષ્ય માટે પાયો પણ નખાય છે.

800+

ભારત(ભર)ની શાખાઓ

3,70,696

આજ દીને (30th Apr, 2018) સલાહકારોની સંખ્યા

20,61,562

આજ દીને (30th Apr, 2018) સભ્યોની સંખ્યા

શક્તિ

ટેકનિકલ શક્તિ

ભારતમાં કો-ઓપરેટિવ સેક્ટર આજે વૃદ્ધિ કરીને સામાન્ય લોકોને નોંધપાત્ર નાણાકીય વિકલ્પો આપવા માંગતું હોય તો તેણે એન્ટપ્રાઇઝ ક્લાસની ટેક્નોલોજીની જરૂર પડશે જે સૌથી ઓછા ખર્ચે કમ્પ્યુટિંગની માંગને ટેકો આપી શકે. તેને ધ્યાનમાં રાખીને અમે આદર્શ થોટ વર્ક્સ પ્રા. લિ. (ATW)ને અમારો ડેટા સેન્ટર આઉટસોર્સ કર્યો છે. તે ક્લાઉડ સોલ્યુશન પ્રોવાઇડર છે જે ઉત્તમ સેવા અને સ્પર્ધાત્મક કુશળતા ધરાવે છે. તેનો ડેટા સેન્ટર ટિયર 2+ રેટેડ સુવિધા છે જે અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. તે ગુજરાત, રાજસ્થાન અને એમપી સ્થિત એસએમઇ, બેન્કિંગ, સોલ્યુશન ડેવલપમેન્ટ કંપનીઓ માટે આદર્શ છે.

Adarsh Technical Strengh

ગુણવત્તાની શક્તિ

ગુણવત્તા અંગે અમે ક્યારેય સમાધાન કરતા નથી. પ્રથમ દિવસથી જ અમે આદર્શ ક્રેડિટ ખાતે દરેક પ્રક્રિયામાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કર્યા છે.

CSR પ્રવૃત્તિઓ

કેટલીક વખત માત્ર સમાજનો હિસ્સો હોવું એ પૂરતું નથી. શ્રી મુકેશ મોદી હંમેશાથી માનતા આવ્યા છે કે આપણે જે સમાજમાં રહેતા હોઈએ તેના ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ. વંચિત લોકોને મદદ કરવી એ શરૂઆતથી જ સૌથી મહત્ત્વની બાબત રહી છે જે ACCC બિઝનેસ ફિલોસોફીનો અભિન્ન અંગ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 2015માં આદર્શ ચેરિટેબલ ફાઉન્ડેશન (એસીએફ)ની સ્થાપના કરવામાં આવી હતી જેનો હેતુ મોડેલ સામાજિક સંગઠન બનવાનો હતો જે સમગ્ર દેશમાં વિકાસની પહેલ દ્વારા રાષ્ટ્રીય પ્રશ્નો ઉકેલીને સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરે. આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના ટેકા સાથે ACFએ આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને આફત રાહત ક્ષેત્રે વિકાસ પ્રવૃત્તિ કરી છે.
અમારી અત્યાર સુધીની CSR પ્રવૃત્તિઓ પર એક નજર…

 • 500+ રક્તદાન અને ગ્રૂપિંગ કેમ્પ દ્વારા 45,000થી વધુ રક્તદાતાની નોંધણી
 • સિરોહીમાં સરકારી મેટરનિટી હોસ્પિટલ દત્તક લીધી
 • થેલેસેમિયાથી પીડાતા અનેક બાળકોને મદદ
 • ઉદયપુર, સિરોહી અને માઉન્ટ આબુમાં એમ્બ્યુલન્સ દાનમાં આપી.
 • શાળાઓ અને હોસ્પિટલ બિલ્ડિંગના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપ્યો
 • વિવિધ શાળાઓને સ્કૂલ બસ દાનમાં આપી
 • કૌશલ્ય વિકાસમાં 1700થી વધુ યુવાનોને તાલીમ આપી, 500થી વધુ યુવાનોને રોજગાર
 • 10 જગ્યાએ મહિલાઓના સ્વનિર્ભર જૂથ સ્થાપ્યા
 • 3 સ્થળે સિલાઇ તાલીમ કેન્દ્ર સ્થાપ્યા
 • પાણી માટે એટીએમ સ્થાપ્યા, આંગણવાડીના બાળકોને રમકડાં દાનમાં આપ્યા
 • 4 સ્થળ પર – આબુ રોડ, અજમેર, સિરોહી અને ઉદયપુરમાં અનાજ બેન્ક શરૂ કરી
 • કોમ્યુનિટી કિચન સ્થાપ્યા અને વિકલાંગ લોકોને મદદ કરી
 • નિયમિત ઇમરજન્સી અને આફત રાહત કામગીરી
 • બ્લડ ડોનેશન એપ લોન્ચ કર્યું
 • શ્રીમતી સુશીલા દેવી પ્રકાશરાજજી મોદી બાલિકા આદર્શ વિદ્યામંદિર ખાતે ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.