ત્વરિત લિંક

સહકારી ચળવળનું નેતૃત્વ – ડિજિટલ માર્ગ!

પોતાના તમામ સભ્યો અને સલાહકારો/ફિલ્ડ વર્કર્સને નવીન ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે નવી ટેકનોલોજીનો સ્વીકાર એ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. માટે હંમેશાથી મુખ્ય ક્ષેત્ર રહ્યું છે. અમે ખરેખર માનીએ છીએ કે તેનાથી સંગઠનોને તેમની વૃદ્ધિની તકનો લાભ લેવાની અને સભ્યો/ગ્રાહકોને નવા યુગની ટેકનોલોજી દ્વારા વધુ સારી રીતે સેવા પૂરી પાડવાની તક મળે છે.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.એ ભારતમાં અનેક વખત અન્ય કો-ઓપરેટિવ સોસાયટીઓ માટે આગેવાની કરી છે. જોકે, 2014ના પ્રારંભમાં આદર્શ  મોબાઈલ મની એપ્લિકેશન રજુ કરીને અમે સંપૂર્ણપણે ચિત્ર બદલી નાખ્યું અને ભારતના કો-ઓપરેટિવ સેક્ટરમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યા.

આદર્શ  મોબાઈલ મની એપ્લિકેશન વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં આધુનિક સમયની નાણાકીય સર્વિસ સંસ્થાઓની વાસ્તવિકતાને પરિપૂર્ણ કરે તે જોવામાં આવ્યું છે. તેનાથી અમે સભ્યોની માહિતીને વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અને અમારા સલાહકારો/ફિલ્ડ વર્કર્સ/સભ્યોને યુઝર ફ્રેન્ડલી અને ઓછા ખર્ચે એપ્લિકેશન પ્લેટફોર્મ દ્વારા નાણાકીય વ્યવહાર કરવાની સુવિધા મળે છે.

અમે ભારતમાં એકમાત્ર એવી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી હોવાનું બહુમાન ધરાવીએ છીએ જેણે પોતાનું મોબાઈલ એપ્લિકેશન ‘આદર્શ મની’ લોન્ચ કર્યું છે. આજે, અમારો 99%થી વધુ બિઝનેસ વ્યવહાર આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે થાય છે જે વાસ્તવમાં મોટી સિદ્ધિ છે.

અમારા મોબાઈલ એપ્સ બે પ્રકારના છે:
1. સભ્યો માટે આદર્શ મની ફોર મેમ્બર
2. સલાહકારો માટે આદર્શ મની ફોર એડવાયસર

સભ્યો માટે આદર્શ મની

સભ્યો માટેની આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન થી આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના તમામ સભ્યોના હાથમાં ડિજિટલ વ્યવહારની શક્તિ મળે છે. તેને એવી રીતે ડિઝાઇન કરીને વિકસાવવામાં આવ્યું છે જેથી તે સંચાલનમાં એકદમ સરળ અને યુઝર-ફ્રેન્ડલી છે. આદર્શ ક્રેડિટ એપ્લિકેશન રિયલ ટાઇમ 24×7 વ્યવહાર દ્વારા સભ્યોને કોઇ પણ જગ્યાએ, કોઇ પણ સમયે ડિજિટલ વ્યવહાર કરવાની સુવિધા આપે છે.
આ એપ્લિકેશન દ્વારા સભ્યો હવે તેમના બેલેન્સ ચેક કરી શકે છે, પોતાના અથવા બીજાના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકે છે અને મોબાઈલ ફોન, ડેટા કાર્ડ તથા ડીટીએચને રિચાર્જ પણ કરી શકે છે અને મોબાઈલ ફોન, ડેટા કાર્ડ અને વીજળીના બિલ પણ ભરી શકે છે. સભ્યોને રિવોર્ડ પોઇન્ટ/ રિચાર્જ / બિલ ચુકવણી પર કેશબેક પણ મળે છે. ડિજિટલ ભારતની રચના કરવાના મિશન પ્રત્યે આદર્શ ક્રેડિટ પ્રતિબદ્ધ છે અને અમે માનીએ છીએ કે સભ્યો માટેની આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન ગ્રામીણ ભારતને આ મહત્ત્વના મિશન સાથે જોડાવામાં મદદ કરી શકે છે.

Adarsh for Members
Adarsh for Advisor

સલાહકારો માટે આદર્શ મની

સલાહકારો માટે આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન છે જે અમારા તમામ સલાહકારોને કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ કામના અમલીકરણની ક્ષમતા પૂરી પાડીને તેમની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેનાથી તેઓ સ્વનિર્ભર બને છે અને તેના ફીચર્સ તેમને વારંવાર મુસાફરી કર્યા વગર કે મંજૂરીની લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા વગર કામ કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત, આ 24×7 એપ્લિકેશનથી સલાહકારોને બજારમાં અન્ય હરીફ સલાહકારોની સરખામણીમાં સ્પર્ધાત્મક રીતે આગળ રહેવામાં મદદ મળે છે.
આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન દૈનિક બિઝનેસ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યું છે જે કલેક્શન, ખાતું ખોલવું અને નાણાકીય લેવડદેવડ જેવી સુવિધા આપે છે. કહેવાની જરૂર નથી કે આ એપને ભારે સફળતા મળી છે જેથી કો-ઓપરેટિવ સેક્ટરમાં સભ્યોની સંખ્યા, સલાહકારો અને ડિજિટલ વ્યવહારની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

ખુશખુશાલ રાણાના આનંદનો અનુભવ માણો

આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન દ્વારા ખુશ રાના ઘણું કરી શકે છે જેમાં અમે તાજેતરમાં અનેક નવા ફીચર્સ બહાર પાડ્યા છે. હવે તેણે બિલ ભરવા માટે કે બસની ટિકિટ બુક કરવા માટે પોતાના ઘરની બહાર નીકળવાની કે લાઇનમાં રાહ જોવાની જરૂર નથી. તેણે ખરીદી કરવા માટે દરેક જગ્યાએ પોતાનું વોલેટ લઇને જવાની પણ જરૂર નથી. નવી આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન માં આદર્શ પરિવાર ઇચ્છે તે બધું જ છે. અમારા સભ્યોના ટેકાથી અમે અમારા સતત ઇનોવેશન અને ટેકનોલોજીના સ્વીકાર દ્વારા ભારતને ખરા અર્થમાં નાણાકીય દૃષ્ટિએ સમગ્રલક્ષી બનાવી રહ્યા છીએ.

નવી આદર્શ મની એપને જાણો

આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન અનેક ફીચર્સથી ભરપૂર છે જેનાથી અમારા સભ્ય ગ્રાહકો તેમના મોટા ભાગના નાણાકીય વ્યવહાર પોતાના સ્માર્ટફોન દ્વારા ગમે ત્યાંથી ઝડપી, સુરક્ષિત અને સરળ રીતે કરી શકે છે. એકાઉન્ટ બેલેન્સ ચેક કરો, બિલ ભરો, નાણાં ટ્રાન્સફર કરો, મોબાઈલ વોલેટ ટોપ-અપ કરો અને બીજું ઘણું બધું 24×7 કરી શકો છો. આ એપ્લિકેશનમાં વિશેષ ફીચર્સ જેમ કે ટચ આઇડી, QR કોડ સ્કેનિંગ, UPI ગેટવે, અને e-KYC સામેલ છે. આ એપ્લિકેશન દ્વારા શું કરી શકાય છે તે આ વીડિયો દ્વારા જાણો.

* અમારી નવી અને અપડેટે એપ્લિકેશન નવા ફીચર્સ સાથે હવે શરૂ થઇ છે! તેને અત્યારે જ ડાઉનલોડ/અપડેટ કરો!

આદર્શ ક્રેડિટ APP

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. એ સમગ્ર ભારતમાં ક્રેડિટ કો-ઓપરેટિવ સેક્ટરમાં પોતાની સોસાયટી માટે મોબાઈલ એપ રચવામાં સૌ પ્રથમ છે. તેના સભ્યો અને સલાહકારો માટે આદર્શ મની રજુ કરીને આદર્શ ક્રેડિટે આ ક્ષેત્રે સફળતા માટે વધુ એક પગલું ભર્યું છે. આ મોબાઈલ એપ્લિકેશન અનેક ઉપયોગી ફીચર્સ સાથે આ પ્રકારનું પ્રથમ એપ્લિકેશન છે.

તેણે ખાતું ખોલાવવું, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહાર કરવાનું કામ સરળ બનાવીને અમારા લાખો સભ્યોના જીવનને સરળ બનાવ્યું છે. આ એપ બિલ ચુકવણી અને ડીટીએચના રિચાર્જ, ડેટા કાર્ડ, મોબાઈલ ફોન વગેરેની સુવિધા આપે છે. શ્રેષ્ઠ બાબત એ છે કે આદર્શ મોબાઈલ મની એપ્લિકેશન યુઝર્સને 24X7 રિયલ-ટાઇમ ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપે છે. આ એપ્લિકેશન મારફત આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ ભારતને ખરેખર ડિજિટલ બનાવવામાં યોગદાન આપ્યું છે.

સ્પષ્ટતા: સોસાયટીના તમામ ઉત્પાદનો અને સેવાઓ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો પૂરતી છે.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.