ત્વરિત લિંક
Adarsh Daily Deposite

દૈનિક ડિપોઝિટ

મુશ્કેલીના સમયમાં નાનામાં નાની બચત પણ ઉપયોગી બને છે. દૈનિક ડિપોઝિટ સ્કીમ આ સિદ્ધાંત પર કામ કરે છે. તેમાં દૈનિક રૂ.10 જેવી નાની રકમથી શરૂઆત કરીને તમે ડીડી યોજના દ્વારા નાણાં બચાવી શકો છો તથા તેના પર આકર્ષક વ્યાજ પણ મેળવો છો. તેને લોકપ્રિય રીતે પિગ્મી સ્કીમ તરીકે ઓળખાય છે.

સમયગાળો (મહિનામાં)વ્યાજનો દર (વાર્ષિક % માં)
128.00
2410.00

લઘુતમ રકમ રૂ. 10 અથવા રૂ. 5ના ગુણાંકમાં
વ્યાજના દર 03 મે, 2017થી લાગુ
દૈનિક ઉત્પાદનો પર વ્યાજ આધારિત છે

FAQ (વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો)

દૈનિક ડિપોઝિટ સ્કીમમાં સમયગાળો કેટલો હોય છે

દૈનિક ડિપોઝિટ સ્કીમમાં લઘુતમ મુદત 1 વર્ષ અને મહત્તમ મુદત 2 વર્ષની છે.

દૈનિક ડિપોઝિટ સ્કીમ માટે લઘુતમ રોકાણ રકમ કેટલી છે?

દૈનિક ડિપોઝિટ સ્કીમ માટે લઘુતમ રોકાણ રકમ રૂ.10 છે અને ત્યાર બાદ તે રૂ.5ના ગુણાંકમાં છે.

દૈનિક ડિપોઝિટ સ્કીમમાં સભ્યને કેટલું વ્યાજ મળે છે?

આ ઉત્પાદનમાં 1 વર્ષ માટે વ્યાજદર 8% અને 2 વર્ષ માટે 10% છે.

દૈનિક ડિપોઝિટ સ્કીમમાં અધુરી મુદતે ઉપાડની સુવિધા છે?

નીચેના નિયમોને આધિન રહીને અધુરી મુદતે ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે:-
(A) DDS 01 વર્ષ:-

  • <= 03 મહિના → ઉપલબ્ધ નથી
  • > 03 થી 05 મહિના → વ્યાજ વગર છૂટ, 3 ટકા સર્વિસ ચાર્જ, રૂ. 30 સ્ટેશનરી શૂલ્ક કપાશે.
  • >5 થી 7 મહિના → વ્યાજ વગર છૂટ, રૂ. 30 સ્ટેશનરી શૂલ્ક કપાશે.
  • >07 થી 09 મહિના → 3% વ્યાજ સાથે છૂટ, રૂ. 30/- સ્ટેશનરી શૂલ્ક કપાશે.
  • >09 T=થી 11 મહિના → 4% વ્યાજ સાથે છૂટ, રૂ. 30/- સ્ટેશનરી શૂલ્ક કપાશે.
  • >11 થી 12 મહિના → 5% વ્યાજ સાથે છૂટ, રૂ. 30/- સ્ટેશનરી શૂલ્ક કપાશે.

(B)DDS 02 વર્ષ:-

  • <= 13 મહિના → ઉપલબ્ધ નથી
  • >13 થી 18 મહિના → 3% વ્યાજ સાથે છૂટ, રૂ. 30/- સ્ટેશનરી શૂલ્ક કપાશે.
  • >18 થી 24 મહિના → 4% વ્યાજ સાથે છૂટ, રૂ. 30/- સ્ટેશનરી શૂલ્ક કપાશે.

દૈનિક ડિપોઝિટ સ્કીમમાં લોનની કોઇ સુવિધા છે?

હા! દૈનિક ડિપોઝિટ સ્કીમમાં લોનની સુવિધા ઉપલબ્ધ છે. સભ્યો DDSમાં તેમના રોકાણની રકમ સામે મહત્તમ 60% લોન મેળવી શકે છે. (લઘુતમ ડિપોઝિટ બેલેન્સ રૂ. 1000/-). સોસાયટીના નિયમ પ્રમાણે વ્યાજદર લાગુ થશે.

વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે વ્યાજદરમાં કોઇ વિશેષ લાભ છે?

આ ઉત્પાદન માટે વ્યાજદર ફિક્સ્ડ છે. તેથી વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે કોઇ વિશેષ લાભ નથી.

યોજનામાં રોકાણ કરો

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા તેના સભ્યોને દૈનિક ડિપોઝિટ સ્કીમ (ડીડી) ઓફર કરવામાં આવે છે જેથી તેઓ દૈનિક ધોરણે બચત કરી શકે. આદર્શ ક્રેડિટની DD યોજનામાં સભ્યો ચોક્કસ સમયગાળા માટે તેમની આવકનો નાનો હિસ્સો રોકાણ કરીને નિયમિત નાણાં બચાવી શકે છે. અમારી DD યોજના હેઠળ તમે રૂ. 10 જેવી નાની રકમથી શરૂઆત કરી શકો અને તેનાથી ઉપર ₹ 5ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

આદર્શ ક્રેડિટની DD યોજનામાં તમે 1 વર્ષ અથવા 2 વર્ષ માટે રોકાણ કરી શકો છો.

દૈનિક ડિપોઝિટ યોજના હેઠળ તમે 1 વર્ષ માટે 8% અને 2 વર્ષ માટે 10% વ્યાજદર મેળવી શકો છો. આ યોજનાને પિગ્મી ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દૈનિક ડિપોઝિટમાં ઢગલાબંધ ફાયદા છે. તેમાં દૈનિક બચત ઉપરાંત લોનની સુવિધા અને અધુરી મુદતે ઉપાડની સુવિધા મળે છે. તેથી નાના-નાના હિસ્સામાં તમારા નાણાં રોકો અને તમારા રોકાણને વૃદ્ધિ પામતું જુઓ.

સ્પષ્ટતાઃ સોસાયટીના તમામ ઉત્પાદનો અને સર્વિસ માત્ર આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્યો માટે જ છે.

દૈનિક ડિપોઝિટ માટે અત્યારે જ પૂછપરછ કરો

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.