સભ્યપદ

અમારું સભ્યપદ કઇ રીતે કામ કરે છે?

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સભ્ય બનવા માટે તમારે સોસાયટીના રૂ.10ની ફેસવેલ્યુના ઓછામાં ઓછા એક શેર માટે અરજી કરવી પડશે જેની ફાળવણી આધાર સોસાયટીના મેનેજમેન્ટની મંજૂરીને આધિન રહેશે. તેનાથી તમને અન્ય અધિકારો ઉપરાંત (વાર્ષિક સાધારણ સભા) એ.જી.એમ મારફત સંગઠનની સંચાલન પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર મળે છે. તમે સોસાયટીની કામગીરી સુધારવા માટેના સૂચનો ટપાલથી પણ મોકલી શકો છો. અમારી સોસાયટી વ્યવસ્થિત રીતે સંચાલિત યંત્રની જેમ કામ કરે છે અને અમે એકબીજાને એટલી સારી રીતે જાણીએ છીએ કે અમે તમામ સભ્યોને આદર્શ પરિવારનો હિસ્સો માનીએ છીએ. આ પહેલના હેતુના કારણે અમે અમારા સભ્યોને નાણાકીય ટેકો પૂરો પાડીને તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, અમે તેમનું જીવનધોરણ સુધારી રહ્યા છીએ અને એક જ છત્ર હેઠળ ટેકનોલોજી આધારિત તમામ નાણાકીય સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ.

Adarsh Membership Work
Adarsh Who can be a Member

સોસાયટીના સભ્ય કોણ બની શકે?

18 વર્ષથી ઉપરની વયની કોઇ પણ વ્યક્તિ માન્ય કરાર કરી શકે છે, જે અન્ય કોઇ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્ય ન હોય, અદાલત દ્વારા કોઇ ફોજદારી ગુનામાં સજા પામેલી ન હોય, ભારતની રહેવાસી હોય (અંદમાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી અને લક્ષદ્વીપ સિવાય)

સોસાયટીમાં સભ્ય તરીકે કઇ રીતે જોડાવું?

અરજકર્તાએ સોસાયટીમાં સભ્યપદ માટેની અરજી સોસાયટીની કોઇ પણ શાખામાં સોંપવાની રહેશે અથવા સલાહકારો માટે આદર્શ મની મોબાઈલ એપ્લિકેશન મારફત નિર્ધારિત ફોર્મમાં, આધાર કાર્ડ સહિત કેવાયસી દસ્તાવેજો સાથે રજુ કરવાની રહેશે જેમાં લધુતમ રૂ.10ના એક શેરની અરજી ફરજિયાત છે. લાયકાતની શરતોનું પાલન કરવા પર અરજકર્તાને રૂ.10નો એક શેર ફાળવવામાં આવશે. સભ્યો વધુ શેર માટે અરજી કરી શકશે જે સોસાયટીની મંજૂરીને આધિન રહીને તમને ફાળવવામાં આવશે.

Adarsh How can One Join
Note

* સભ્યપદની અરજીઓ સ્વીકારવાનો/નકારવાનો અબાધિત અધિકાર સોસાયટીના સંચાલન સમિતિ પાસે રહેલો છે.

સભ્યપદ માટેનું ફોર્મ ડાઉનલોડ કરો

ઓનલાઇન પૂછપરછ કરો