ગુપ્તતા નીતિ

આ ગુપ્તતા નીતિ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ કઇ રીતે www.adarshcredit.in વેબસાઈટ (સાઇટ)ના યુઝર્સ પાસેથી એકત્ર કરાયેલી માહિતીનો કઇ રીતે ઉપયોગ કરે છે, જાળવે છે અથવા જાહેર કરે છે તેને લાગુ પડે છે. આ ગુપ્તતા નીતિ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડની તમામ સાઇટ અને તમામ ઉત્પાદનો અને તેના દ્વારા ઓફર કરવામાં આવતી તમામ સેવાઓને લાગુ પડે છે.

અંગત ઓળખની માહિતી

અમે જુદી જુદી રીતે યુઝર્સ પાસેથી અંગત ઓળખની માહિતી એકત્ર કરી શકીએ છીએ જેમાં યુઝર ક્યારે સાઈટની મુલાકાત લે છે, સાઇટ પર રજિસ્ટર કરે, ન્યૂઝલેટર સબસ્ક્રાઈબ કરે, સરવેનો પ્રતિસાદ, ફોર્મ ભરે વગેરેની માહિતી સામેલ છે જે અમે અમારી સાઇટ પર જે પ્રવૃત્તિઓ, સેવાઓ, ફીચર્સ અને અન્ય સ્ત્રોત ઉપલબ્ધ કરાવીએ તેના સંદર્ભમાં હોય છે. યુઝરને આવશ્યક લાગે તેમ ઇમેઇલ એડ્રેસ, મેઇલિંગ એડ્રેસ, ફોન નંબર, સોશિયલ સિક્યોરિટી નંબર આપવા જણાવી શકાય છે. યુઝર અજાણી વ્યક્તિ તરીકે પણ સાઇટની મુલાકાત લઈ શકે છે. અમે યુઝર પાસેથી અંગત ઓળખની માહિતી માત્ર ત્યારે જ લઈશું જ્યારે તેઓ સ્વૈચ્છિક રીતે અમને આ માહિતી આપે. યુઝર અંગત ઓળખની માહિતી આપવાનો ઇનકાર કરી શકે છે સિવાય કે તે તેને ચોક્કસ સાઇટ સંબંધિત પ્રવૃત્તિઓમાં જોડાતા અટકાવી શકે છે.

બિન અંગત ઓળખની માહિતી

યુઝર જ્યારે પણ અમારી સાઇટ પર સંપર્ક કરે ત્યારે અમે યુઝર વિશે બિન-અંગત ઓળખની માહિતી એકત્ર કરી શકીએ છીએ. બિન-અંગત ઓળખની માહિતીમાં બ્રાઉઝરનું નામ, કમ્પ્યુટરનો પ્રકાર અને યુઝરે અમારી સાઇટનું જે રીતે જોડાણ કર્યું હોય તેની ટેકનિકલ માહિતી સામેલ હોઈ શકે છે, જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ અને ઉપયોગમાં લેવાયેલી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ તથા સમાન માહિતી.

વેબ બ્રાઉઝર કૂકીઝ

અમારી સાઇટ યુઝરનો અનુભવ વધારવા માટે ‘કૂકીઝ’નો ઉપયોગ કરી શકે છે. યુઝરનું વેબ બ્રાઉઝર કૂકીઝને રેકોર્ડ રાખવાના હેતુથી અને તેના વિશે ક્યારેક માહિતીનો પતો લગાડવા માટે તેને હાર્ડ ડ્રાઇવ પર સંગ્રહ કરી શકે છે. યુઝર કૂકીઝ નકારવા માટે અથવા કૂકીઝ મોકલવામાં આવે ત્યારે તમને સાવચેત કરવા માટે તેના વેબ બ્રાઉઝરને સેટ કરી શકે છે. તેઓ આમ કરે તો સાઇટના અમુક ભાગ યોગ્ય રીતે કામ નહીં કરે તેની નોંધ લો.

અમે એકત્ર કરાયેલી માહિતીનો કઇ રીતે ઉપયોગ કરીએ છીએ.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ નીચેના હેતુઓ માટે યુઝરની અંગત ઓળખ માહિતી એકત્ર કરીને તેનો ઉપયોગ કરી શકે છે:

 • સભ્ય/સભ્યોની સેવાઓ સુધારવા
  તમે જે માહિતી આપો તે અમને તમારા સભ્યની સર્વિસ વિનંતીનો પ્રતિસાદ આપવામાં અને વધુ કાર્યક્ષમ રીતે જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે.
 • યુઝરના અનુભવને વ્યક્તિગત બનાવવા
  યુઝર એક જૂથ તરીકે અમારી સાઇટ પર પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સ્ત્રોતનો કઇ રીતે ઉપયોગ કરે છે તે સમજવા અમે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
 • અમારી સાઇટ સુધારવા માટે
  અમારા ઉત્પાદનો અને સેવાઓ સુધારવા માટે તમે આપેલા પ્રતિસાદનો અમે ઉપયોગ કરી શકીએ છીએ
 • સમયાંતરે ઇમેઇલ મોકલવા
  અમે યુઝરની માહિતી અને તેના ઓર્ડરને લગતા અપડેટ મોકલવા ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનો ઉપયોગ તેમની પૃચ્છા, પ્રશ્નો અને/અથવા અન્ય વિનંતીઓનો પ્રતિસાદ આપવા માટે કરી શકાય છે. યુઝર અમારા મેઇલિંગ લિસ્ટમાં સામેલ થાય તો તેઓ ઇમેઇલ મેળવશે જેમાં કંપનીના સમાચાર, અપડેટ્સ, સંલગ્ન ઉત્પાદનો અથવા સર્વિસને લગતી માહિતી વગેરે હશે. કોઇ પણ સમયે યુઝર ભવિષ્યમાં ઇમેઇલ મેળવવાનું બંધ કરવા માંગે તો દરેક ઇમેઇલના અંતમાં અમે અનસબસ્ક્રાઇબની વિગતવાર માહિતી આપેલી હશે અથવા યુઝર અમારી સાઇટ દ્વારા અમારો સંપર્ક કરી શકે છે.

અમે તમારી માહિતીનું કઇ રીતે રક્ષણ કરીએ છીએ

અમે યોગ્ય ડેટા કલેક્શન, સ્ટોરેજ અને પ્રોસેસિંગ પ્રક્રિયા તથા સુરક્ષા પગલાં લાગુ કરીએ છીએ જેથી તમારી અંગત માહિતી, યુઝરનેમ, પાસવર્ડ, ટ્રાન્ઝેક્શન માહિતી અને અમારી સાઇટ પર સંગ્રહિત ડેટાની બિનસત્તાવાર એક્સેસ, ફેરફાર, ડિસ્ક્લોઝર અને નાશ કરવા સામે રક્ષણ આપી શકાય.

યુઝર માટે શક્ય એટલું સુરક્ષિત વાતાવરણ રચવા માટે અમારી સાઇટ પીસીઆઇ વલ્નેરેબિલિટી ધોરણોનું પાલન કરે છે.

તમારી અંગત માહિતી વહેંચવી

અમે યુઝરની અંગત માહિતીનું બીજાને વેચાણ, આદાનપ્રદાન કે ભાડે આપતા નથી. અમે ઉપર જણાવેલા હેતુઓ માટે અમારા બિઝનેસ પાર્ટનર, વિશ્વાસુ સંસ્થાઓ અને એડવર્ટાઇઝર્સને સામાન્ય સંકલિત ડેમોગ્રાફિક માહિતી વહેંચી શકીએ છીએ જે કોઇ અંગત ઓળખની માહિતી સાથે સંકળાયેલી ન હોય જેમાં મુલાકાતીઓ અને યુઝર્સને લગતી માહિતી હોઈ શકે છે.

આ ગુપ્તતા નીતિમાં ફેરફાર

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ કોઇ પણ સમયે આ ગુપ્તતા નીતિમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે. અમે જ્યારે તેમ કરીએ ત્યારે અમે અમારી સાઇટના મુખ્ય પેજ પર તેની નોંધ મૂકીશું, આ પેજના છેડે અપડેટની તારીખમાં ફેરફાર કરીશું અને તમને મેઇલ મોકલીશું. અમે યુઝર્સને સમયાંતરે આ પેજની ચકાસણી કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે એકત્ર કરેલી અંગત માહિતીનું કઇ રીતે રક્ષણ કરીએ છીએ તે નીતિમાં કોઇ ફેરફાર હોય તો તેના વિશે વાકેફ રહે. તમે એ બાબત સ્વીકારો છો અને સહમત છો કે આ ગુપ્તતા નીતિની સમયાંતરે સમીક્ષા કરવી અને ફેરફારો વિશે માહિતગાર રહેવું એ તમારી જવાબદારી છે.

આ નિયમોનો તમારા દ્વારા સ્વીકાર

આ સાઇટનો ઉપયોગ કરીને તમે દર્શાવો છો કે તમે આ નીતિ અને સર્વિસની શરતોને સ્વીકારો છો. તમે આ નીતિ સાથે સહમત ન હોવ તો આ સાઇટનો ઉપયોગ ન કરો. આ નીતિમાં ફેરફાર થયા પછી પણ તમે સાઇટનો ઉપયોગ ચાલુ રાખશો તો તમે આ ફેરફારો સ્વીકારો છો તેવું માની લેવામાં આવશે.

અમારો સંપર્ક કરો

આ ગુપ્તતા નીતિ, આ સાઇટની પદ્ધતિ અથવા આ સાઇટની કામગીરી અંગે તમને કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો:

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

www.adarshcredit.in
આદર્શ ભવન, 14 વિદ્યા વિહાર કોલોની,
ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, પિનકોડ:380013,
જિલ્લો: અમદાવાદ, રાજ્ય: ગુજરાત.
ફોન: +91-079-27560016
ફેક્સ: +91-079-27562815
info@adarshcredit.in
ટોલ ફ્રી: 1800 3000 3100