

બચત ખાતું
આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી ખાતે બચત ખાતું (એસએ) ખોલાવવાથી અન્ય સહકારી મંડળીઓ અને બેન્કોની સરખામણીમાં ઘણા વિશેષ લાભો મળે છે. આદર્શ તેના સભ્યોને નો ફ્રિલ્સ એકાઉન્ટ આપે છે. એટલે કે ગ્રાહકો શૂન્ય બેલેન્સ પર પણ ખાતાનું સંચાલન કરી શકે છે. આ ઉપરાંત તમને સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક 6.75 ટકા વ્યાજદર * મળશે જે ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ કરે છે.
આદર્શ બચત ખાતાની વિશેષતાઓ અને લાભો
- જરૂરી લઘુતમ બેલેન્સ – NIL (નો ફ્રીલ્સ એકાઉન્ટ)
- વ્યાજનો દર – 6.75%* પ્રતિ વર્ષ (વ્યાજની ત્રિમાસિક ચુકવણી– પ્રો-રેટા દરે ગણતરી)
- B. P. રચના સાથે ઓટોમેટિક ઓપન ફેસિલિટી (નવા સભ્યો માટે)
- કોઇ પણ શૂલ્ક વગર અમર્યાદ વ્યવહાર
- નોમિનેશન સુવિધા
- SMS સુવિધા
- મોબાઈલ એપ્લિકેશન સુવિધા
- MMA અથવા NEFT/ RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર સુવિધા
- ઇનકમિંગ NEFT સુવિધા (રૂ. 49,999/- સુધી)
- કોઇ પણ શૂલ્ક વગર સ્ટેટમેન્ટ સુવિધા
- સભ્યો માટે વ્યાજ પર કોઇ ટીડીએસ કપાત નહીં (હાલના IT એક્ટ પ્રમાણે)
ઊંચા વ્યાજે બચત ખાતું
ભારતમાં સૌથી વધારે જાણીતી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી પૈકી એક હોવાના નાતે આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી તેના સભ્યોને શ્રેષ્ઠ નાણાકીય ઉત્પાદનો પૂરા પાડે છે. પાયાના ઉત્પાદનથી લઇને એક્સક્લુઝિવ ઉત્પાદનો સુધી અમે આદર્શ ક્રેડિટ ખાતે એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સભ્યોને સુરક્ષિત રોકાણ મળે અને તેમના રોકાણ પર ઊંચું વ્યાજ મળતું રહે.
અન્ય બેન્ક કે ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીની સરખામણીમાં આદર્શમાં બચત ખાતું ખોલવાનું આવે ત્યારે આદર્શ તેમાં બાજી મારી જાય છે. તેનું કારણ એ છે કે અન્ય સોસાયટીની સરખામણીમાં અમે વધારે સવલતો આપીએ છીએ. ‘નો ફ્રિલ્સ એકાઉન્ટ’ એ આવી એક વિશેષ સુવિધા છે જેનાથી તમે આદર્શમાં શૂન્ય બેલેન્સ બચત ખાતું ખોલાવી શકો છો. આ ઉપરાંત અમારા બચત ખાતામાં વ્યાજના દર 6.75%* છે જે ત્રિમાસિક ધોરણે ચુકવાય છે. તેનાથી તમને વધુ સારી બચત કરવામાં મદદ મળે છે. તેથી, આદર્શ ખાતે બચત ખાતું ખોલાવો અને ઊંચા બચત વ્યાજદરનો લાભ મેળવો.