સ્પષ્ટતા:

મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓ સ્વતંત્ર સહકારી સંગઠનો તરીકે કામ કરે છે જે તેના સભ્યો પ્રત્યે જવાબદાર છે અને સેન્ટ્રલ રજિસ્ટ્રાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવતી નથી. તેથી થાપણદારો/સભ્યોને સોસાયટીની કામગીરીનો અભ્યાસ કરીને પોતાના જોખમે નાણાં રોકવાનો નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે. સેન્ટ્રલ રજિસ્ટ્રાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવી ડિપોઝિટ માટે કોઇ ગેરંટી આપતું નથી.

સામાન્ય શરત

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. સેવાના નિયમો (“કરાર”)
આ કરાર છેલ્લે 09 જાન્યુઆરી, 2014ના રોજ સુધારવામાં આવ્યો હતો.

આદર્શ (“અમે” અથવા “અમારું”) દ્વારા સંચાલિત adarshcredit.in (“સાઇટ”)નો ઉપયોગ કરતા પહેલા આ સેવાના નિયમો (“કરાર”, “સેવાના નિયમો”) કાળજીપૂર્વક વાંચી જાવ. આ કરાર adarshcredit.in ખાતે સાઇટનો ઉપયોગ કરવા માટે કાનૂની બંધનકર્તા નિયમો અને શરતો નક્કી કરે છે.

આ સાઇટનો કોઇ પણ રીતે ઉપયોગ કરવાથી અથવા એક્સેસ કરવાથી, જેમાં સાઇટની મુલાકાત લેવી, બ્રાઉઝિંગ કરવું, સાઇટ પર માહિતી અથવા અન્ય કોઇ સામગ્રી આપવાનો સમાવેશ થાય છે, તેના દ્વારા તમે આ નિયમો અને શરતોનું પાલન કરવા માટે બંધાવ છો. આ કરારમાં મુખ્ય નિયમો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.

આ વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલી તમામ અથવા કોઈ પણ માહિતી માત્ર સભ્યોના ઉપયોગ માટે તથા આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના સંભવિત સભ્યોના ઉપયોગ માટે છે.

સોસાયટી સામાન્ય લોકો માટે કોઇ માહિતી આપવા કે પ્રકાશિત કરવા માંગતી નથી.

બૌદ્ધિક સંપદા

સાઇટ અને તેની અસલ સામગ્રી, ફીચર્સ અને કામગીરીની માલિકી આદર્શની છે અને તે આંતરરાષ્ટ્રીય કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ, ટ્રેડ સિક્રેટ અને અન્ય બૌદ્ધિક સંપદા અને પ્રોપ્રાઇટરી રાઇટ્સના કાયદા દ્વારા રક્ષિત છે.

સમાપ્તિ

અમે કારણ અથવા નોટિસ આપ્યા વગર સાઇટને તમારું એક્સેસ સમાપ્ત કરી શકીએ છીએ જેનાથી તમારે લગતી તમામ માહિતી જપ્ત અને ખતમ થશે. આ કરારની એવી તમામ જોગવાઈઓ જે તેની પ્રકૃત્તિ પ્રમાણે આ સમાપ્તિમાં ટકી રહેવી જોઈએ તે ટકવી જોઈએ, જેમાં માલિકીની જોગવાઈઓ, વોરંટીની સ્પષ્ટતાઓ, ઇન્ડેમ્નિટી અને જવાબદારીની મર્યાદાઓ સામેલ છે, પરંતુ તેટલા પૂરતી મર્યાદિત નથી.

અન્ય સાઇટ્સની કડીઓ

અમારી સાઇટ પર થર્ડ પાર્ટી સાઇટ્સની લિંક હોઈ શકે છે જે આદર્શની માલિકીની અથવા નિયંત્રણ હેઠળ ન હોય.

આદર્શ કોઇ થર્ડ પાર્ટીની સાઇટ અથવા સેવાઓની સામગ્રી, ગુપ્તતા નીતિ અથવા તેની કાર્ય પદ્ધતિ પર કોઇ નિયંત્રણ ધરાવતી નથી અને તેની કોઇ જવાબદારી લેતી નથી. તમે કોઇ થર્ડ-પાર્ટી સાઇટની મુલાકાત લો ત્યારે તેના નિયમો અને શરતો તથા ગુપ્તતાની નીતિ વાંચવા અમે તમને સલાહ આપીએ છીએ.

મુખ્ય કાયદા

આ કરાર (અને કોઇ પણ અન્ય નિયમો, નીતિઓ અથવા સંદર્ભ દ્વારા સામેલ કરાયેલી માર્ગદર્શિકાઓ) ભારતના કાયદાને આધિન રહેશે અને તે મુજબ તેનું અર્થઘટન કરવામાં આવશે, જે અમદાવાદ (ગુજરાત)ની અદાલતોના ન્યાયક્ષેત્રમાં આવશે અને કાયદાના સંઘર્ષના સિદ્ધાંત પર કોઇ અસર પેદા નહીં થાય.

આ કરારમાં ફેરફાર

અમે સાઇટ પર અપડેટ કરાયેલા નિયમો મૂકીને તેના દ્વારા સેવાના નિયમોમાં ફેરફાર કરવાનો કે તેને બદલવાનો સંપૂર્ણ અધિકાર ધરાવીએ છીએ. આવા કોઇ ફેરફાર બાદ તમે સાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો તમે નવી ટર્મ ઓફ સર્વિસને સ્વીકારો છો એવું માનવામાં આવશે.

કરારમાં કોઇ ફેરફાર થયા છે કે નહીં તે જાણવા તેની સમયાંતરે સમીક્ષા કરતા રહો. તમે આ પૈકીના કોઈ કરાર સાથે અથવા તેના ફેરફાર સાથે સહમત ન હોવ તો સાઇટનો ઉપયોગ, એક્સેસ કે તેને ચાલુ રાખવાનું બંધ કરી દો અથવા સાઇટનો ઉપયોગ તાત્કાલિક અટકાવી દો.

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)

વ્યાખ્યાઓ

 • સભ્ય ગ્રાહકો, હું, અમે, મારું અથવા અમે એટલે અહીં NEFT સુવિધા મેળવનારી વ્યક્તિ જેમાં એકવચન અને બહુવચન બંને સામેલ છે.
 • “સોસાયટી” એટલે “આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.”.
 • “બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડર” એટલે ભારતની કોઇ પણ શિડ્યુલ્ડ અને નોન શિડ્યુલ્ડ બેન્ક.
 • “NEFT સુવિધા” એટલે RBI NEFT સિસ્ટમ મારફત નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર ફેસિલિટી.
 • “સુરક્ષિત પ્રક્રિયા” એટલે સોસાયટી, તેની બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડર અને સભ્ય ગ્રાહક વચ્ચે સ્થાપિત પ્રક્રિયા જે એ ચકાસણી કરવા માટે છે કે પેમેન્ટ ઓર્ડર અથવા પેમેન્ટ ઓર્ડરને સુધારવાની કે તેને રદ કરવાની સૂચના, જે ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સમિટ થઇ હોય, તે સભ્ય ગ્રાહકની જ છે તથા પેમેન્ટ ઓર્ડર અથવા સંદેશાવ્યવહારની પ્રક્રિયામાં કોઇ ક્ષતિ હોય તો તે પારખવા માટે છે. સુરક્ષા પ્રક્રિયામાં અલ્ગોરિથમ અથવા અન્ય કોડ, શબ્દ અથવા આંકડા અથવા એન્ક્રિપ્શનનો ઉપયોગ, કોલબેક પ્રક્રિયા અથવા સમાન સુરક્ષા ઉપકરણોનો સમાવેશ થઈ શકે છે.

નિયમો અને શરતોનું ક્ષેત્ર

 • આ નિયમો અને શરતો સભ્ય ગ્રાહક દ્વારા NEFT સુવિધા હેઠળ સોસાયટીના બેન્કિંગ સર્વિસિસ પ્રોવાઇડર મારફત ઇશ્યૂ કરવામાં આવેલા તમામ પેમેન્ટ ઓર્ડર માટે લાગુ પડશે.
 • સભ્ય ગ્રાહકો સમજે છે અને સ્વીકારે છે કે અહીં આપવામાં આવેલી કોઇ પણ વિગતને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અથવા એનઇએફટી સિસ્ટમની અન્ય કોઇ હિસ્સેદાર અથવા સોસાયટી સિવાય બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડર વિરુદ્ધ કોન્ટ્રાક્ટ અથવા અન્ય કોઇ અધિકાર તરીકે ગણવામાં આવશે નહીં.

શરૂઆત અને સમાપ્તિ

 • સભ્ય ગ્રાહક દ્વારાNEFTની વિનંતી કરવામાં આવે અને/અથવા સોસાયટી અને સભ્ય ગ્રાહક વચ્ચે પરસ્પર કરાર દ્વારા સુરક્ષા પ્રક્રિયા સ્થાપિત થતા જ કરાર અમલમાં આવશે.
 • આ નિયમો અને શરતો તથા તેમાં કરવામાં આવેલા કોઇ પણ સુધારા સભ્ય ગ્રાહક માટે માન્ય અને બંધનકર્તા રહેશે.
 • હું/અમે સહમત થઇએ છીએ કે વાજબી નોટિસ આપીને સોસાયટી NEFT સુવિધા પરત ખેંચી શકે છે.

સભ્ય ગ્રાહકોના અધિકારો અને ફરજો

 • સભ્ય ગ્રાહક અહીં લાગુ પડતા નિયમો અને શરતો તથા નિયમનને આધિન રહીને પેમેન્ટ ઓર્ડર ઇશ્યૂ કરવાનો અધિકાર ધરાવે છે જેને સોસાયટીએ તેની બેન્કિંગ સર્વિસ દ્વારા અમલી કરવાનો રહેશે.
 • સભ્ય ગ્રાહક દ્વારા પેમેન્ટ ઓર્ડર વિગતથી સંપૂર્ણ ભરેલા ફોર્મમાં ઇશ્યૂ કરવાનું રહેશે. સભ્ય ગ્રાહક તેના દ્વારાઅપાયેલા પેમેન્ટ ઓર્ડરની વિગતની ચોકસાઇ માટે જવાબદાર રહેશે અને તેના પેમેન્ટ ઓર્ડરના કારણે સોસાયટીને કોઇ પણ નુકસાન થાય તો તેની ચુકવણી કરવા માટે જવાબદાર રહેશે.
 • સોસાયટીએ સારી ભાવના સાથે અને સુરક્ષા પ્રક્રિયાનું પાલન કરીને પેમેન્ટ ઓર્ડર બજાવ્યા હશે તો સભ્ય ગ્રાહક સોસાયટી દ્વારા અમલ કરવામાં આવેલા કોઇ પણ ચુકવણી ઓર્ડર માટે બંધાયેલ રહેશે.
 • સોસાયટી. જ્યાં સોસાયટી જ્યારે સભ્ય ગ્રાહકના ખાતામાં યોગ્ય રીતે લાગુ પડતુ ફંડ ન હોય અને પેમેન્ટ ઓર્ડર બજાવે ત્યારે સભ્ય ગ્રાહક તેના ખાતામાંથી ઉપાડવામાં આવેલી રકમ ચુકવવા માટે બંધાયેલ છે જેના માટે સોસાયટીએ તેના પેમેન્ટ ઓર્ડરના સંદર્ભમાં NEFTની કાર્યવાહી કરેલી હોય, તથા તેની સાથે સોસાયટીને ચુકવવા પાત્ર વ્યાજ સહિત ચાર્જ ચુકવવાના રહેશે.
 • સભ્ય ગ્રાહક અહીં સોસાયટીને તેની સોસાયટી તરફની જવાબદારી મુજબના નાણાં તેના ખાતામાંથી બાદ કરવા માટે સત્તા આપે છે જે તેના દ્વારા ઇશ્યૂ થયેલા કોઇ પણ પેમેન્ટ ઓર્ડરની સોસાયટીએ કરેલી બજવણી માટે હોય છે.
 • સભ્ય ગ્રાહક સહમત થાય છે કે સોસાયટી દ્વારા તેની બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડર મારફત પેમેન્ટ ઓર્ડર પસાર કરવામાં આવશે ત્યાર પછી તેને રદ નહીં કરી શકાય.
 • સભ્ય ગ્રાહકો સહમત થાય છે કે સોસાયટી રદ કરવાની કોઇ પણ નોટિસથી બંધાયેલી નથી સિવાય કે તેમાં સુરક્ષા પ્રક્રિયાનું પાલન થતું હોય.
 • સભ્ય ગ્રાહક એ બાબતે સહમત છે કે તે RBI NEFT સિસ્ટમમાં સોસાયટીના બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડર સિવાય કોઇ પક્ષ સામે દાવો નહીં કરી શકે.
 • સભ્ય ગ્રાહકો એ બાબતે સહમત થાય છે કે ફંડ ટ્રાન્સફર પૂર્ણ કરવામાં કોઇ વિલંબ થાય અથવા પેમેન્ટ ઓર્ડરની બજવણી કરવામાં ફંડ ટ્રાન્સફર કરતી વખતે કોઇ ક્ષતિના કારણે કોઇ નુકસાન જાય, તો સોસાયટીની જવાબદારી સોસાયટીના વ્યાજદર પર વ્યાજની ચુકવણી સુધી મર્યાદિત રહેશે જે વિલંબિત પેમેન્ટના વિલંબના ગાળા પૂરતો હશે અને સોસાયટીના રેટ પર તે રકમની વ્યાજ સાથે રિફંડ પૂરતી જવાબદારી રહેશે, જો સોસાયટીના કોઇ કર્મચારી દ્વારાક્ષતિ, બેદરકારી અથવા છેતરપિંડીના કારણે આવું નુકસાન ગયુ હોય તો. બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડર તરફથી કોઇ ક્ષતિ, બેદરકારી અથવા છેતરપિંડીના કારણે કોઇ પણ વિલંબ થયો હોય તો તેના માટે સોસાયટી સામે ક્લેમ કરી શકાશે નહીં.
 • સભ્ય ગ્રાહક એ બાબતે સહમત થાય છે કે આ કરાર હેઠળ NEFT હેઠળ પેમેન્ટ ઓર્ડર પર કોઇ ચોક્કસ સંજોગો લાગુ નહીં થાય અને કોઇ પણ સંજોગોમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયાની સ્થિતિમાં કે અન્ય સંજોગોમાં સભ્ય ગ્રાહક ઉપરના ક્લોઝ (9)માં જણાવાયાથી ઉપર કોઇ વળતરની માંગણી નહીં કરી શકે.

સોસાયટીના અધિકારો અને ફરજો

 • સોસાયટીએ સભ્ય ગ્રાહક દ્વારા ઇશ્યૂ કરાયેલો પેમેન્ટ ઓર્ડર પસાર કરવાનો રહેશે જે સુરક્ષા પ્રક્રિયા મારફત યોગ્ય રીતે પ્રમાણિત અને ચકાસણી થયેલો હોય, સિવાય કે :
  A. સભ્ય ગ્રાહકના ખાતામાં રહેલું ભંડોળ પૂરતું નથી અથવા પેમેન્ટ ઓર્ડર બજાવવા માટે યોગ્ય રીતે લાગુ થઇ શકે તેમ નથી અને સભ્ય ગ્રાહકે પેમેન્ટની જવાબદારી પૂરી કરવા અન્ય કોઇ વ્યવસ્થા કરી નથી.
  B. પેમેન્ટ ઓર્ડર અધુરો છે અથવા તે સહમત થયેલા સ્વરૂપમાં નથી
  C. પેમેન્ટ ઓર્ડર કોઇ પણ વિશેષ સંજોગોની નોટિસ સાથે જોડવામાં આવેલો છે.
  D. સોસાયટી પાસે એવું માનવાને કારણ છે કે ગેરકાયદે વ્યવહાર કરવા માટે પેમેન્ટ ઓર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યો છે.
  E. RBI NEFT સિસ્ટમ હેઠળ પેમેન્ટ ઓર્ડર બજાવી શકાતો નથી.
 • સભ્ય ગ્રાહક દ્વારાકરવામાં આવેલો કોઇ પણ પેમેન્ટ ઓર્ડર સોસાયટી માટે બાધ્ય નથી સિવાય કે સોસાયટી અને બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડરે તેને સ્વીકાર્યો હોય.
 • સોસાયટી તેના દ્વારાબજાવવામાં આવતા કોઇ પણ પેમેન્ટ ઓર્ડર પર સભ્ય ગ્રાહકના ખાતામાંથી એટલી રકમ ઉપાડ કરવાનો અધિકાર ધરાવે છે. ખાતામાં પૂરતી રકમ હોય કે ન હોય, તેના પર લાગુ પડતા ચાર્જ સહિત ટ્રાન્સફર કરાયેલી રકમ કાપવાનો અધિકાર છે.
 • સભ્ય ગ્રાહક એ બાબતે સહમત થાય છે કે બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડર મારફત આપવામાં આવતી NEFT સુવિધા સભ્ય ગ્રાહકના પોતાના જોખમ પર છે, જેમાં પાસવર્ડનો દુરુપયોગ, ઇન્ટરનેટ ફ્રોડ, ભૂલો અને ક્ષતિઓ, ટેકનોલોજીના જોખમ સામેલ છે, પરંતુ તેટલા પૂરતા મર્યાદિત નથી. સભ્ય ગ્રાહક સમજે છે અને સ્વીકારે છે કે સોસાયટી અથવા તેના બેન્કિંગ સર્વિસ પાર્ટનરને કથિત જોખમ માટે જવાબદાર ગણી શકાશે નહીં.

ટ્રાન્સફર માટેની શરતો

 • ટ્રાન્સમિશન ડિલિવરીમાં વિલંબ અથવા ઇલેક્ટ્રોનિક મેસેજની ડિલિવરી ન થવાથી, અથવા કોઇ ભૂલ, ક્ષતિ, ટ્રાન્સમિશનમાં ખામી અથવા ડિલિવરી અથવા કોઇ પણ કારણથી સંદેશ ઉકેલવામાં ખામીથી અથવા તેના અર્થઘટનમાં ભૂલ થવાથી કે નિયંત્રણ બહારની સ્થિતિના કારણે નુકસાન જાય તો તેના માટે સોસાયટી જવાબદાર નહીં રહે.
 • સભ્ય ગ્રાહકે તમામ ચુકવણીની સૂચનાઓની કાળજીપૂર્વક ચકાસણી કરવાની રહેશે.
 • સોસાયટીના કામના દિવસો દરમિયાન 9.30 વાગ્યાથી 4.00 વાગ્યા વચ્ચે ફંડ ટ્રાન્સફરની વિનંતી કરી શકાશે.
 • ટ્રાન્ઝેક્શન ચાર્જિસ સભ્યો માટે સમયાંતરે પરિપત્ર મારફત જાહેર કરાતા અને સુધારવામાં આવતા શૂલ્કના શિડ્યુલ પ્રમાણે વસુલવામાં આવશે.

નોટિસ, આર્બિટ્રેશન અને ન્યાયક્ષેત્ર

 • તમામ નોટિસ અને સભ્ય ગ્રાહક અને સોસાયટી વચ્ચેનો તમામ પત્રવ્યવહાર લેખિતમાં હોવો જોઈએ અને આ કરારમાં દર્શાવ્યા મુજબ સોસાયટીના સરનામે રજિસ્ટર્ડ ટપાલથી થવો જોઈએ.
 • સભ્ય ગ્રાહક એ બાબતની પુષ્ટિ આપે છે કે સોસાયટીના બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડર દ્વારાપૂરી પાડવામાં આવેલી એનઇએફટી સર્વિસના કારણે કોઇ વિવાદ થાય તો આવો વિવાદ આર્બિટ્રેશન એન્ડ રિકોન્સિલિયેશન એક્ટ, 1996ની જોગવાઈ પ્રમાણે સોસાયટી દ્વારા નિયુક્ત કરાયેલા લવાદ દ્વારા ઉકેલવામાં આવશે જેમાં આર્બિટ્રેશનનું સ્થળ અમદાવાદ, ગુજરાત રહેશે.
 • આ કરારની માન્યતા, બંધારણ અને લાગુ કરવાની પાત્રતા પર ભારતના કાયદા લાગુ પડશે. સંબંધિત પક્ષો અહીં એ બાબતે સહમત થાય છે કે આ કરારના નિયમો અંગે કોઇ પણ વિવાદ પેદા થશે તો માત્ર અમદાવાદ, ભારતની અદાલત આવા વિવાદ પર કામગીરી ચલાવવા અને અન્ય કોર્ટને બાકાત રાખવાનો અધિકારક્ષેત્ર ધરાવશે.

અમારો સંપર્ક કરો

આ કરાર વિશે તમને કોઇ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરો.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

www.adarshcredit.in
આદર્શ ભવન, 14 વિદ્યા વિહાર કોલોની,
ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, પિનકોડઃ380013,
જિલ્લો: અમદાવાદ, રાજ્યઃ ગુજરાત
ફોન : +91-079-27560016
ફેક્સ : +91-079-27562815
info@adarshcredit.in

ટોલ ફ્રી : 1800 3000 3100